USમાં ખીચડીને આ ગુજરાતણે કરી છે ફેમસ, અમેરિકનોને દાઢે વળગ્યો હતો સ્વાદ !!
ખીચડી ઉપરાંત દાળભાત, કાઠિયાવાડી વાનગીઓની સાથે પાત્રા, મુઠિયા અને ખમણ તેના ફેવરિટ
ભારતમાં હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે પરંપરાગત ડિશ ખીચડીને રાષ્ટ્રીય વ્યંજન તરીકે જાહેર કરવામાં આવશે. ચર્ચા એટલી વધી ગઈ કે ખુદ કેન્દ્રીય ખાદ્ય મંત્રી હરસિમરત કૌર બાદલે સ્પષ્ટતા કરવી પડી કે, ખીચડીને વધારે ફેમસ કરવા માટે માત્ર વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ઈવેન્ટ માટે જ પસંદ કરવામાં આવી છે. ત્યારે અમે એક એવી ગુજરાતણ વિશે જણાવી રહ્યા છીએ જેણે દેશવિદેશમાં ખીચડી ફેમસ કરીને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હોય. તેણે પોતાના વર્લ્ડ રેકોર્ડની સુધીની સફર ની વાતચીત કરી હતી
કહેવાય છે કે, રસોઈ એ ભારતીય નારીનો અમુલ્ય ખજાનો છે, તેમાં પણ ગુજરાતી ચટાકો કંઈક અલગ જ હોય છે. ગુજરાતીઓ પોતાના અંદાજથી દેશ વિદેશમાં ખ્યાતિ તો મેળવે જ છે સાથે સાથે એવા કાર્યો પણ કરે છે જેનાથી ગુજરાતી પ્રજાને ગર્વ થાય. તેવી જ એક યુવતિની વાત કરી રહ્યા છે જેનું નામ છે હેતલ વસાવડા. હેતલે અમેરિકામાં ગત વર્ષે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેણે રિયાલિટી કૂકિંગ શો ‘માસ્ટર શેફ યુએસ’ની સીઝન-6માં સિલેક્ટ થનાર પ્રથમ ઇન્ડિયન-અમેરિકન વેજીટેરિયન સ્પર્ધક બની હતી. નાનપણથી જ કૂકિંગનો શોખ રાખનારી હેતલે માસ્ટર શેફ યુએસમાં સ્વાદિષ્ટ ખીચડી બનાવી હતી જેનો સ્વાદ જજીસની દાઢે વળગ્યો હતો. હેતલ ગુજરાતી વાનગીઓને ફેમસ કરવાનો ધ્યેય રાખે છે
મૂળ ગુજરાતના નેસડી ગામના વાતની ફાર્મસિસ્ટ કાકા પ્રથમ અમેરિકા આવ્યા હતા. મારા પેરેન્ટ્સને સ્પોન્સર કરતાં તેઓ ૧૯૮૫માં અમેરિકા આવ્યા હતા. મારા પિતા ૯ વર્ષની ઉમરથી હિરા ઘસવાનુ કામ કરતા હતા.
મારા પિતાને ૮ ભાઈ-બહેન છે, જયારે માતાને ૭ ભાઈ-બહેન છે. હું પરિવારના દરેક સભ્ય સાથે રહી છું. નારે એક નાની બહેન છે. હાલ હું ન્યુજર્સીમાં પતિ રૂટ અને આઠ મહિનાની પુત્રી એલેરા સાથે રહું છું.

પરિવારની દરેક મહિલા એકઠી થઈને રસોડામાં ભોજન બનાવતી હોય એવા દ્રશ્યો જોઇને મોટી થઇ છું. હું નાની છોકરી તરીકે મદદ કરવા માંગતી. મારા દાદી હલાવવાનું કેહતા.

જેમ જેમ મોટી થઇ તેમ તેમ મને વધારે રસ પાડવા લાગ્યો. મારી રસોઈ બનાવવાની શૈલી મારી માતા દ્રારા પ્રેરિત છે. મારી માતા કોઈ પણ બગડી ગયેલું ફૂડ ઠીક કરી શકે છે.

મેં કોઈ ઓપચારિક તાલીમ લીધી નથી. મેં બધું મારી માતા અને મારા ખુદના ટેસ્ટ અને પ્રયાસોથી શીખી છું.

મારા હસબન્ડ મને માસ્ટર શેફમાં ભાગ લેવા માટે દબાણ કરતા હતા. તે ઘણાં સ્પર્ધાત્મક વ્યક્તિ છે અને તે જોવા માંગતા હતા કે કેવી રીતે હું અન્ય હોમ કૂક્સ સામે અલગ બની શકું.

ઓડીસનમાં મેં ના જવા માટે બહાનું કાઢયું હતું પરંતુ મારા પતિ મને બેડમાંથી ઊભી કરીને લઇ ગયા. ઓડીસન પછી ઈચ્છા જાગી અને હું મારી જાતને લાયક સાબિત કરવા માંગતી હતી.

સફર ઘણી પડકારજનક હતી. મેં ખુબ સરસ નોનવેજ ડીશ બનાવી હતી, જે પેહલાં ક્યારેય નોહતી બનાવી. મને ગર્વ થયો કે અત્યાર સુધી કેમ હું આ શોમાં ના આવી. ઘણા સારા મિત્રો પણ બનાવ્યા.

મને ઘણી વાનગીઓ પસંદ છે પણ મને સ્વીટ બહુ ભાવે છે. મને ચોકલેટ ખાવી બહુ ગમે છે. મેં જાતે ભારતમાં મારા માસીના ફર્મમાં થઇ કેસર કેરીની ચોકલેટ ટ્રફલ બનાવી હતી.

ગુજરાતી માં ખાસ કરીને મુઠીયા, વધારેલું દહીં અને ભાખરી, ખમણ, ઓળો સાથે બજારનો રોટલા. ઉપરાંત અમદાવાદમાં લો ગાર્ડન પાસે ઉભી રહેતી લારીઓના પૌઆ બહુ પસંદ છે.

એક સામાન્ય ગેરસમજ છે કે બધું ફૂડ સ્વીટ હોય છે, પરતું ગુજરાતી ફૂડ શાકભાજી આધારિત હોય છે. જોકે, અમુક ગુજરાતીઓ તેમના એક્સ્ટ્રા ઘી-ખાંડ લે છે. તેના વગર પણ ટેસ્ટી ફૂડ બની શકે છે.

હા, મારી મમ્મી જયારે બજારના રોટલા બનાવતી ત્યારે હું તેમના ચાળા પડતી હતી. મારી પાસે પોતાની નાની રોલિંગ પીન છે. હું મારા બાળપણમાં જાતે નાની રોટલી પણ બનાવતી હતી.

મને પરફેક્ટ ગુજરાતી દાળ બનાવતા નથી આવડતી, જે હું શીખી રહી છું. મારા મમ્મી જેવી સારી ગુજરાતી દાળ તો હું ના જ બનાવી શકું, પ્રયત્નો ચાલું રાખીશ.

પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ તરીકે નોમીનેટ થઇ હતી. જોકે, હું જીતી નોહતી. આ સિવાય હું સુપર ઓર્નર્દ માટે નોમીનેટ થઇ હતી.

ભારત એક વૈવિધ્યપૂર્ણ દેશ છે. હું અન્યને બતાવવા માંગું છું કે ઇન્ડિયન ફૂડમાં માત્ર ચિકન ટિક્કા મસાલા અને બટર ચિકન નથી. સદનસીબે મોટાભાગના લોકો નવા ફૂડસ ખાવાનું પસંદ કરે છે.

હાલ ફૂડ બ્રાન્ડ્સ માટે ફ્રિલાન્સ કન્સલટન્ટ છું. રેસિપિ બનાવીને તેની ફૂડ પ્રોડક્સન માટે ફોટોગ્રાફી કરીને
મદદ કરું છું. પોતાનો એક બ્લોગ છે, જેના પર મારી રેસિપિ અને ટ્રાવેલ સ્ટોરી શેર કરું છું.

ભારત અને ગુજરાતમાં રેસ્ટોરેન્ટને મને સહયોગ આપવો ગમશે. મારા માસીનો પરિવાર સુરતમાં તુલસી નામની રેસ્ટોરન્ટ ચલાવે છે.

માસ્ટરશેફ શો પછીથી મારું ડ્રીમ બદલાઈ ગયું છે. હવે મને મોટી બ્રાન્ડ્સના ટેસ્ટ કિચન માટે કામ કરવું છે. મને પડદા પાછળ રેહવું અને પ્રોડકટ માટે રેસિપિ કરવી ગમે છે.

મને મારી ફૂડબુક લોન્ચ કરવી ગમશે. શક્ય હશે તો હું ભરમાં ઇન્ડીયન અને નોન ઇન્ડીયન વાનગીઓ માટે કુકીંગ શો કરને શેર કરીશ.

મારા મમ્મી અમદાવાદના છે અને મારા પપ્પા નેસડીના નાના ગામના વાતની છે. હું એકદમ કાઠીયાવાડી ગુજ્જુ છું.
સ્રોત: દિવ્યભસ્કર
આર્ટિકલ પસંદ આવ્યો હોય તો share જરુર કરજો..
અને page ને like કરવાનું ભૂલતાં નહીં.



Comments
Post a Comment